વિશ્વકર્મા સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે યોગ્ય માર્ગદર્શન અને તાલીમ મેળવી આગળ વધે તેવા ઉમદા ઉદ્દેશ સાથે પંચાલ યુવા સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ વિશાલભાઈ પંચાલ ના માર્ગદર્શન હેઠળ પંચાલ યુવા સંગઠનની મહિસાગર જિલ્લાની ટીમ દ્વારા વિનામૂલ્યે જવાહર નવોદય વિદ્યાલય ની પ્રવેશ પરીક્ષાના ઓનલાઇન તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ઉત્તીર્ણ થવાથી વિદ્યાર્થીને ધોરણ ૬ થી ૧૨ સુધી વિનામૂલ્ય સરકાર શ્રી દ્વારા અભ્યાસ કરાવવામાં આવે છે. આ યોજના થકી CBSE બોર્ડમાં સારામાં સારા શિક્ષકો દ્વારા વિનામૂલ્યે શિક્ષણ મેળવી શકાય છે જવાહર નવોદય વિદ્યાલય ની પ્રવેશ પરીક્ષામાં ધોરણ ૫ અને ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને JNV માં ધોરણ 6 અને ધોરણ 9 માં પ્રવેશ મળે છે પરંતુ પ્રવેશ પરીક્ષા પાસ કરવી જરૂરી છે.
જેમાં ગુજરાતમાં વસતા વિશ્ચકર્મા સમાજના ટેલેન્ટ વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી ઉત્તીર્ણ થઈ પ્રવેશ મેળવી શકે તે માટે ઓનલાઇન તાલીમનું આયોજન કરવામાં આવ્યુ છે. જે હોલીડે સ્કૂલ ન્યુ ટોપ એજ્યુકેશન સેન્ટરના સહયોગથી આપવામાં આવે છે વિશ્વકર્મા સમાજના ઘણા વિધાર્થીઓ આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવી તેનો લાભ મેળવી રહ્યા છે.
વધુ વિગતો અને માહીતી મેળવતા રહેવા પંચાલ યુવા સંગઠનના ફેસબુક પેજ, ઇંસ્ટ્રાગ્રામ એકાઉન્ટ અને યુ ટ્યુબ ચેનલને લાઈક કરો.
0 Comments