પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ તથા વિશ્વકર્મા સમાજ દ્વારા વિશ્વકર્મા સમાજના નવનિયુક્ત કોર્પોરેટર શ્રીઓનો સન્માન સમારંભ અડા આઠમ પંચાલ મંડળની વાડી, નવા વાડજ ખાતે યોજવામાં આવ્યો.


જેમાં વિશેષ અતિથી કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ અને નિકોલ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પંચાલ યુવા સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ, વિશાલભાઇ પંચાલ


તેમજ અડા આઠમ પંચાલ મંડળના પ્રકાશભાઇ પંચાલ, જયંતીભાઇ પંચાલ તથા કારોબારી સભ્યો, શ્રી ગુર્જર સુથાર યુથ ફોરમ પ્રમુખ, શાંતિભાઇ ખોડદીયા, વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ, રમણભાઇ પંચાલ ચુંવાળ પંચાલ સમાજના કારોબારી સભ્યો, ગામડાવાડા મનુ પંચાલની વાડી ટ્રસ્ટી મંડળ, બાબુકાકા,


ગણપતભાઇ, પંચાલ મિલન મંદિર શાહીબાગ, પ્રમુખ જશુભાઇ પંચાલ, ભાઇલાલભાઇ પંચાલ, પંચાલ યુવક મંડળ, પ્રમુખ વિજયભાઇ પંચાલ, બાવનગોર પંચાલ સમાજ, ઉપપ્રમુખ, સુશીલાબેન પંચાલ મંત્રી ધીરજભાઇ પંચાલ, બેતાલીસ પંચાલ સમાજના ઉપપ્રમુખ, અતુલભાઇ પંચાલ,


શ્રી વિશ્વકર્મા સેવા સમીતી, પ્રમુખ હીરેનભાઇ પંચાલ, કન્વીનર કૌશિકભાઇ પંચાલ યથા કારોબારી સભ્યો અમદાવાદના નવનીયુકત 9 કોર્પોરેટર શ્રીઓ, તલોદ નગરપાલીકા વિજય થયેલા કૌશલભાઇ ગજજર
વગેરે હાજર રહ્યા હતા.



વિવિધ સંસ્થાના પ્રમુખો અને તમામ નવ નીયુકત વિશ્વકર્મા સમાજના કોર્પોરેટરશ્રીઓએ વિશ્વકર્મા દાદાની આરતી કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી તમામ કોર્પોરેટરોનું વિશ્વકર્મા સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યુ. કાર્યક્રમને માન આપી પધારેલ વિશ્વકર્મા સમાજના સર્વે ભાઇઓ બહેનો અને કોર્પોરેટરોનો આભાર.