આજ રોજ શ્રી ભચાઉ લુહાર સુથાર ચોવિસી સમાજ દ્રારા સમાજને એક કરી સમાજને આગળ લઇ જવાના પ્રયત્નોના ભાગરૂપે પંચાલ યુવા સગઠનના ભચાઉ તાલુકાના હોદેદારોની નીમણુક માટે ભચાઉ સમાજની વાડી, ભચાઉ, કચ્છ ખાતે એક જનરલ મિટીંગનું આયોજન કરવામાં આવ્યુ.
જેમા ભચાઉ તાલુકાના પંચાલ યુવા સંગઠનના તાલુકા ના હોદ્દેદારો તથા મહીલા મોરચા ના હોદ્દેદારો ની સર્વાનુમતિ થી નિમણુક કરવામા આવી.
જેમા પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી વિશાલભાઇ પંચાલના માર્ગદર્શન હેઠળ પંચાલ યુવા સંગઠનના કચ્છ જીલ્લા પ્રભારી શ્રી હીમાંશુભાઇ પંચાલ, પંચાલ યુવા સંગઠનના કચ્છ જીલ્લા મહીલા મોર્ચા પ્રમુખ શ્રી લક્ષ્મીબેન લુહાર, પંચાલ યુવા સંગઠનના ગાંધીધામના અગ્રણી શ્રી રતીલાલભાઇ પરમાર (લુહાર), ભચાઉ સમાજના પ્રમુખ ચંદ્રેશભાઇ પઢારીયા અને વિવિધ સમાજના આગેવાનો, સામાજીક અગ્રણીશ્રી અને સમાજની સર્વસંમતીથી પંચાલ યુવા સંગઠન, કચ્છ જીલ્લાના ભચાઉ તાલુકાના પ્રમુખ તરીકે શ્રી જીજ્ઞેશભાઈ નાનજીભાઈ પંચાલ , ઉપપ્રમુખ તરીકે શ્રી પાર્થિવભાઈ મનસુખભાઈ પંચાલ , મહામંત્રી તરીકે શ્રી અજયભાઈ યોગેશભાઈ પંચાલની નિમણુક કરવામાં આવી.
જેમાં શ્રી ભચાઉ લુહાર સુથાર ચોવિસી સમાજના ભાઇઓ બહેનો વડીલો, સામાજીક આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા.
સર્વે નવનીયુક્ત પદાધીકારીઓને પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશની સમગ્ર ટીમ વતી
હાર્દિક શુભકામનાઓ.