પંચાલ સમાજનું ગૌરવ રિશી પંચાલ
અમદાવાદમાં રહેતા પ્રીતેશભાઈ પંચાલ નાં ઘરે વર્ષ
૨૦૦૮ માં રિશી પંચાલ નો જન્મ થયો.તેઓ નાનપણ થી જ અભિનય માં રસ ધરાવતા હતા. તેમના માતા પિતા અને ઘરના દરેકનો અથાગ પ્રયત્ન રહ્યો છે તેમના માતા પિતા તેમને ગણા બધા કાર્યક્રમોમાં ભાગ લેવડાવતા અને તેમના માટે સમય કાઠીને નાના મોટા કાર્યક્રમોમાં લઇ જયી પરફોર્મન્સ આપવા માટે સતત પ્રેરતા.
આમ રિશી પંચાલ ની અથાગ મહેનત અને તેમના
માતા પિતાનાં પ્રોત્સાહન નાં ફળ સ્વરૂપે રિશે પંચાલે માત્ર ૮ વર્ષની વયે સોની
ટી.વી પર આવતા સબ સે બડા કલાકાર માં ઓડિશન આપ્યું તેમાં આખરે રિશી પંચાલ ની મહેનત
રંગ લાવી અને તેઓ સિલેક્ટ થઇ ગયા અને જોતા જોતા તેઓ સબ સે બડા કલાકારમાં ટોપ ૧૦
માં પહોચી ગયા.
સોની ટી.વી પર આવતા સબ સે બડા કલાકાર માં રિશી પંચાલ
તેમને રાજ્ય કે નેશનલ લેવલે નહિ પરંતુ વિશ્વ લેવલે ખ્યાતિ
મેળવી એક બાદ એક સફળતાની સીડીઓ ચડતા રહ્યા. આમ માત્ર ૮ વર્ષની વયે વયે રિશી પંચાલે
ટી.વી. ઇન્ડસ્ટીમાં એક આગવી ઓળખ બનાવી સમગ્ર પંચાલ સમાજનું ગૌરવ વધાર્યું છે.
સ્ટાર ભારત ઉપર ચંદ્રશેખર નામની સિરિયલમાં રિશી પંચાલ
રિશી પંચાલ તેના પછી એક બાદ એક ઘણા ટીવી શો માં
આવી ચુક્યા છે અને અત્યારે હાલ સ્ટાર ભારત ઉપર ચંદ્રશેખર નામની સિરિયલ આવી રહી છે
તેમાં પણ રિશી પંચાલ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
રિશી પંચાલ તેમના માતા પિતા સાથે
આમ નાની વયમાં ખુબ જ મોટી પ્રસિદ્ધિ મેળવી છે તેઓ
આમને આમ આગળ વધતા રહે અને પાંચાલ સમાજનું ગૌરવ સતત વધારતા રહે તેવી પંચાલ યુવા
સંગઠન ની સમગ્ર ટીમ તરફથી હાર્દિક શુભકામનાઓ. જય વિશ્વકર્મા.
0 Comments